Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અરે બાપરે! આવો કેચ ક્યારેય નથી જોયો, ફિલ્ડરની ચાલાકી જોઈને મગજ ચકરાઈ જશે

ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક T20 લીગ બિગ બેશમાં માઈકલ નેસરના કેચને લઈને લોકો ઘણા આશ્ચર્યચકિત થયા હતા. વાસ્તવમાં, સિડની સિક્સર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાયેલી હાઈ સ્કોરિંગ મેચ દરમિયાન બ્રિસબેન હીટના ખેલાડી માઈકલ નેસરે એક કેચ પકડ્યો હતો. જેને લઈને ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એ મેચમાં સિડની સિક્સર્સ સામે પહેલા બેટિંગ કરતી વખતે બ્રિસબેન હીટે 224 રન બનાવ્યા હà
અરે બાપરે  આવો કેચ ક્યારેય નથી જોયો  ફિલ્ડરની ચાલાકી જોઈને મગજ ચકરાઈ જશે
Advertisement
ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક T20 લીગ બિગ બેશમાં માઈકલ નેસરના કેચને લઈને લોકો ઘણા આશ્ચર્યચકિત થયા હતા. વાસ્તવમાં, સિડની સિક્સર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે રમાયેલી હાઈ સ્કોરિંગ મેચ દરમિયાન બ્રિસબેન હીટના ખેલાડી માઈકલ નેસરે એક કેચ પકડ્યો હતો. જેને લઈને ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એ મેચમાં સિડની સિક્સર્સ સામે પહેલા બેટિંગ કરતી વખતે બ્રિસબેન હીટે 224 રન બનાવ્યા હતા અને એ ટાર્ગેટનો પીછો કરતા બ્રિસ્બેન હીટ માત્ર 209 રન બનાવી શકી અને 15 રનથી મેચ હારી ગઈ. જોકે સિક્સર્સના બેટ્સમેન જોર્ડન સિલ્કે એક સમય માટે મેચને પલટી દીધો હતો અને એવું લાગતું હતું કે કદાચ સિક્સર્સ મેચ જીતી શકશે નહીં અને ત્યારે જ બ્રિસબેનના ફિલ્ડર માઈકલ નેસરે 23 બોલમાં 41 રન બનાવીને રમતા જોર્ડનનો બાઉન્ડ્રી લાઈન પર કેચ પકડીને મેચ જીતી લીધી હતી. 

બાઉન્ડ્રી લાઇનની બહાર ફરી હવામાં ઉછળ્યાં પછી રોપની અંદર આવતા તેને પકડી લીધો
જો કે હવે આ કેચને લઈને વિવાદ થયો છે. જણાવી દઈએ કે જ્યારે માઇકલે આ કેચ પકડ્યો ત્યારે તે બાઉન્ડ્રી લાઇન પર બોલને હવામાં ઉછાળીને પોતાનું સંતુલન બનાવવા માટે બાઉન્ડ્રીની બહાર ગયો હતો. તે પછી, બાઉન્ડ્રી લાઇનની બહાર ફરી હવામાં ઉછળ્યાં પછી રોપની અંદર આવતા તેને પકડી લીધો. ધ્યાનથી જોયા બાદ અમ્પાયરે જોર્ડનને આઉટ જાહેર કર્યો હતો. જે બાદ ફેન્સ સતત કહી રહ્યા છે કે તે નોટઆઉટ હતો.

નિયમ શું કહે છે?
મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા નિર્ધારિત કાયદા 19.5.2 મુજબ, ખેલાડી અને બોલ વચ્ચેનો પ્રથમ સંપર્ક બાઉન્ડ્રીની અંદર હોવો જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×